આદિ પ્રકૃતિ સંકુલ

આપનું દાન – આપણી સંસ્કૃતિનું ભવિષ્ય

આદિ સાંસ્કૃતિક સંકુલના નિર્માણમાં આપનો સહયોગ અમૂલ્ય છે. શિક્ષણ, સંસ્કૃતિ, સમાજ સેવા અને ભવિષ્યની પેઢી માટે આપનું યોગદાન આપો.

BECOME A SPONSOR




જય આદિવાસી / જય ચૌધરી સમાજ

સદીઓથી પ્રકૃતિ સાથે તાલ મિલાવીને જીવવું, મહેનતકશ બનવું અને પોતાના સંસ્કારો તથા પરંપરાઓને જીવંત રાખવી - આ આપણા ચૌધરી સમાજની આગવી ઓળખ છે. આપણો ઇતિહાસ બહાદુરી, પ્રામાણિકતા અને સામાજિક એકતાની સુવર્ણ ગાથાઓથી ભરેલો છે. સમય બદલાયો છે, પેઢીઓ બદલાઈ છે, પરંતુ આપણાં મૂળ અને આપણી સંસ્કૃતિ પ્રત્યેની આપણી નિષ્ઠા અકબંધ રહી છે.

ચૌધરી જ્ઞાતિ સુધારક સમાજની વર્ષ ૧૯૦૩માં રચના કરવામાં આવેલ હતી ત્યારથી પરંપરાગત રીતિ-રિવાજોમાં તબક્કાવાર સુધારા-વધારા કરવામાં આવતા રહ્યા છે. છેલ્લે વર્ષ ૧૯૪૭ના સુધારા પછી આ વારસાને જીવંત રાખવા અને આગળ ધપાવવા માટે વર્ષ ૨૦૦૭માં “દક્ષિણ ગુજરાત સમસ્ત ચૌધરી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ ફેડરેશન''ની રચના કરવામાં આવી અને NGO તરીકે રજિસ્ટ્રેશન કરાવીને સામાજિક ઉત્થાનની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.

સમાજનાં યુવક-યુવતીઓને શૈક્ષણિક માર્ગદર્શન, તાલીમ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ, લાઇબ્રેરીની સુવિધા, યુવક-યુવતી જીવનસાથી પસંદગી મેળો, સમૂહ લગ્નનું આયોજન, મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, રમત-ગમત સ્પર્ધાનું આયોજન, પ્રતિષ્ઠિત નાગરિકોનું સન્માન, વૃક્ષારોપણ, ખેડૂત શિબિર, વ્યસનમુક્તિ સેમિનાર, દેવ-હરખીપૂજા, શૈક્ષણિક સહાય, કુદરતી આપત્તિમાં સહાય જેવી સમાજની સંસ્કૃતિના જતન સાથે ઉત્કર્ષ થાય તેવી નિયમિત રીતે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

આજે જ્યારે ગુજરાત અને દેશ-વિદેશમાં વસતો આપણો સમાજ પ્રગતિનાં શિખરો સર કરી રહ્યો છે ત્યારે આપણી આવનારી પેઢીઓને આપણા ગૌરવવંતા વારસા સાથે જોડી રાખવાની સાથે સાથે તેમને આધુનિક યુગમાં આગળ વધારવાની જવાબદારી આપણા સૌની છે. આ જ પવિત્ર ઉત્તરદાયિત્વના ભાગરૂપે, સમાજ ભવનના પ્રતીક તરીકે “આદિ પ્રકૃતિ સંકુલ''ના નિર્માણનું એક ભવ્ય, દૂરદર્શી અને બહુપયોગી આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

"આદિ પ્રકૃતિ સંકુલ'' અંતર્ગત આયોજિત સુવિધાઓ:
કોચિંગ સેન્ટર, અદ્યતન લાઇબ્રેરી અને કમ્પ્યુટર લેબ: GPSC, UPSC, GSSSB, NEET, JEE અને પંચાયત સેવા જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનું તાલીમ અને માર્ગદર્શનની ઉત્તમ સુવિધાઓનું આયોજન.

આધુનિક ખેતી, યુવાન ઉદ્યોગ સાહસિકો અને વેપારીઓને માર્ગદર્શન, નેટવર્કિંગ અને વ્યાવસાયિક વેગ પૂરો પાડવા માટેનું ખાસ કોમ્યુનિટી વ્યવસાય કેન્દ્ર.

સમાજના સભ્યોની આર્થિક સદ્ધરતા માટે સહકારી ધોરણે બચત, ધિરાણ અને આર્થિક સહાય મળી રહે તેવી સહકારી મંડળીઓનું આયોજન.

આપણા પૂર્વજોની જીવનશૈલી, લોકકળા અને ઇતિહાસનું જીવંત સંગ્રહસ્થાન સાથે સાંસ્કૃતિક ધરોહરનું જતન.

સામાજિક પ્રસંગો, સમૂહ લગ્નોત્સવ અને પરિચય મેળા માટેની અત્યાધુનિક સુવિધાઓ.

પોલીસ, વન વિભાગ તથા આર્મી જેવી સ્પર્ધાત્મક શારીરિક કસોટીની તૈયારી માટે રનિંગ ટ્રેક સહિતની સુવિધાઓ.

સંકુલના મરામત અને નિભાવણી તથા ભવિષ્યની નવી સુવિધાઓ માટે ઉપરોક્ત સુવિધાઓમાંથી આવકના સ્ત્રોત માટેનું આયોજન.


આદિ પ્રકૃતિ સંકુલ નિર્માણના આ ભગીરથ કાર્યમાં આપનું યોગદાન અનિવાર્ય છે.
કોઈપણ મહાન કાર્ય એક વ્યક્તિના પ્રયાસથી થતું નથી, પણ સમૂહની તાકાતથી સિદ્ધ થાય છે. સમાજના દરેક વર્ગના ઉત્થાન અને ઉજ્જવળ ભવિષ્ય માટેનું આ નિર્માણ કાર્ય ત્યારે જ પૂર્ણ થઈ શકશે જ્યારે તેમાં સમગ્ર ચૌધરી સમાજનું હૈયું અને હાથ એકસૂત્રે જોડાઈ જશે.


આદિ પ્રકૃતિ સંકુલ પરિવાર આ પવિત્ર યજ્ઞને પાર પાડવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે, પરંતુ આ ભગીરથ કાર્ય આપ સૌના સક્રિય સાથ, સહકાર અને આશીર્વાદ વિના અધૂરું છે. સમાજના રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, ખેડૂતો, સહકારી ક્ષેત્રોના આગેવાનો, ડૉક્ટર્સ, એન્જિનિયરો, પશુપાલકો, સરકારી-અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતા અને નિવૃત્ત અધિકારીઓ તેમજ વિદેશમાં વસતા સમાજબંધુઓ સહિત સમાજના તમામ પ્રબુદ્ધ નાગરિકોને આપણી ભાવી પેઢીના ઉજ્જવળ ભવિષ્યને વેગવંતુ બનાવવા માટેના આ ભગીરથ કાર્યમાં આપને ઉદાર મને આર્થિક સહયોગ આપવા હૃદયપૂર્વક નમ્ર અપીલ છે.

“આપેલું દાન ક્યારેય એળે જતું નથી તે સમાજનું ભવિષ્ય ઉજ્જવળ અને આત્મનિર્ભર બનાવે છે.”

આવો આપણે સૌ સાથે મળીને આપણા ગૌરવવંતા ઇતિહાસને અનુરૂપ એક ભવ્ય “આદિ પ્રકૃતિ સંકુલ''નું નિર્માણ કરીએ અને સમાજની એકતા તથા પ્રગતિનો નવો ઇતિહાસ રચીએ.

આપના સહકારની અપેક્ષા સાથે, આદિ પ્રકૃતિ સંકુલ પરિવાર

Aadi Sanskriti Sankul

A World-Class Cultural, Community & Celebration Campus in Tapi, Gujarat

17,104
Sq. Meter Campus
2
Luxury Wedding Halls
300
Conference Hall Seating
10+
Community Facilities
10
Dormitory Rooms
1 Floor
Library & Learning Center
Indoor
Sports Arena
500+
Parking Capacity

A Cultural Landmark in South Gujarat

Where Tradition, Community, Education and Celebration Come Together.

Adi Sanskriti Sankul is envisioned as South Gujarat’s premier destination for weddings, cultural festivals, educational activities, community gatherings, sports, and spiritual celebrations. Spread across 17,104 square meters, the campus has been thoughtfully designed to preserve our heritage while creating world-class facilities for future generations.

World-Class Campus Amenities

Complete Facilities for Weddings, Community, Education, Sports & Spiritual Events

Map & Directions

Kaher - Bajipura Road:Kaher

COMMUNITY CENTER

MASTER LAYOUT

COMMUNITY CENTER

FLOOR PLANS

આદિ પ્રકૃતિ સંકુલ કોર કમિટી

નારસિંગભાઇ જે. ચૌધરી

અધ્યક્ષ

યજ્ઞેશ ટી. પાવાગઢી

ઉપાધ્યક્ષ 

નિલેશભાઈ કે. પટેલ

કન્વીનર
વસંતભાઈ બી. ચૌધરી

પ્રમુખ – દ.ગુ.સ.ચૌ.સ. ચેરીટેબલ ટ્રસ્ટ

માધુભાઈ જે. ચૌધરી

સહમંત્રી/ટ્રેઝરર

કોર કમીટીના સભ્યશ્રીઓ
જેકીશનભાઈ સી. ચૌધરી

સુરત

ધનસુખભાઈ સી. ચૌધરી

તુકેદ-માંડવી

પ્રવીણભાઈ એમ. ચૌધરી
વેડછી-સુરત
ડૉ. સુરેશભાઈ બી. ચૌધરી

વ્યારા

સુશ્રી નંદુબેન એસ. ચૌધરી

મોટીચેર-માંડવી

પ્રવીણભાઈ સી. ચૌધરી

કડોદ-બારડોલી

અનિલભાઈ કે. પટેલ

ગાંધીનગર-માંડવી

ડૉ. રીતેશભાઈ સી. ચૌધરી
તાપી-ડોલવણ
પ્રભુદાસ બી. ચૌધરી

માંડવી-ગાંધીનગર

નરેન્દ્રભાઈ એન. ચૌધરી

ગાંધીનગર

હિતેશભાઈ આર. ચૌધરી

બારડોલી-સુરત

ડૉ. વિલાશભાઈ એસ. ચૌધરી

મઢી

દેવેન્દ્રભાઈ આઈ. પટેલ
સુરત-તાપી
હરિશભાઈ કે. ચૌધરી

ભરૂચ-રાજપીપળા

અનિલભાઈ આર. ચૌધરી

તાપી-ડોલવણ

દિવ્યેશભાઈ કે. ચૌધરી

તાપી-વડોદરા

અતુલભાઈ એસ. ચૌધરી

તાપી-સૌરાષ્ટ્ર

પ્રદિપભાઈ પી. ચૌધરી
સુરત
બિપિનભાઈ જી. ચૌધરી
વ્યારા – તાપી
રોહિતભાઈ આર. ચૌધરી

વલસાડ-માંડવી

અલ્કેશભાઈ જી. ચૌધરી

બાજીપુરા-વાલોડ

સમીરભાઈ આર. ચૌધરી

તાપી-ગાંધીનગર

રેસાભાઈ વી. ચૌધરી
માંડવી
હરિશભાઈ એલ. ચૌઘરી
બેડકુવા-વાલોડ
બકુલભાઈ એ. ચૌઘરી

મોરીઠા-સુરત

પરેશભાઈ સી. ચૌધરી

અમદાવાદ-ગાંધીનગર

ધૃતિબેન પી. ચૌધરી

બારડોલી

અતુલભાઈ બી. ચૌધરી
બારડોલી
બલબદ્ર એન. ચૌધરી
વ્યારા-તાપી
મિતેશભાઈ બી. ચૌધરી

વ્યારા-તાપી

ધીરૂભાઈ વી. ચોધરી

નવસારી

નરેનભાઈ કે. ચૌધરી

ચાપાવાડી-તાપી

માનસિંગભાઈ સી. ચૌધરી
વ્યારા-તાપી
વેલજીભાઈ સી. ચૌધરી
સુરત-સિવિલ
ડૉ. નિલેશભાઈ બી. ચૌધરી

વ્યારા-તાપી

ડૉ. વિપુલભાઈ પી. ચૌધરી

કાછલ-મહુવા

હેમંતભાઈ સી. ચૌધરી

વ્યારા-તાપી

અરવિંદભાઈ એન. ચૌધરી
વ્યારા-તાપી
ડૉ. અંકિતભાઈ એચ. ભારતી
વ્યારા-તાપી
રેવજીભાઈ આર. ચૌધરી

તાપી-માંડવી

તેજશભાઈ એ. ચૌધરી

વ્યારા-તાપી

નિકુંજભાઈ એસ. ચૌધરી

તાપી-ઉકાઈ

કૃતિબેન પી. ચૌધરી
વ્યારા-તાપી
અલ્કેશભાઈ ટી. ચૌધરી
સુરત-બારડોલી
ચીમનલાલ એચ. ચૌધરી

વાલીયા-નેત્રંગ

મેઘાવ્રતભાઈ એમ. ચૌધરી

બારડોલી

કિરણભાઈ એન. ચૌધરી

માંડવી-બારડોલી

વિજયભાઈ જી. ચૌધરી
બીલવણ-ઉમરપાડા
બચુભાઈ ડી. ચૌધરી
બારડોલી-મહુવા
દાનસિંગભાઈ વી. ચૌધરી

કડોદ-બારડોલી

શાંતિલાલ જે. ચૌધરી

મહુવા-અંબિકા

અશોકભાઈ બી. ચૌધરી

માંડવી-ગ્રામ્ય

ઉમેશભાઈ જે. ચૌધરી
સોનગઢ
મારૂવ્રતભાઈ બી. ચૌધરી
અરેઠ-માંડવી
લાલસિંહ આર. ચૌધરી

અરેઠ ગ્રામ્ય

છત્રસિંહ એમ. ચૌધરી

વ્યારા-તાપી

મુકુદભાઈ સી. ચૌધરી

માંગરોલ

રતુભાઈ એચ. ચૌધરી
માંગરોલ
સુરેશભાઈ આર. ચૌધરી
મઢી-કાટી ફળિયા
ભરતભાઈ એમ. ચૌધરી

માયપુર-તાપી

આર.આર. ચૌધરી

બારડોલી-ગ્રામ્ય

હેમંતભાઈ વી. ચૌધરી

બારડોલી

ભૂપેનભાઈ સી ચૌધરી
તાપી-સુરત
અંકિતભાઈ એમ. ચૌધરી
માંડવી-મઢી
દિલીપભાઈ એલ. ચૌધરી

ગડત-અમદાવાદ

જાગૃતિબેન બી. પટેલ

બારડોલી

ભરતભાઈ એસ. ચૌધરી

સૌરાષ્ટ્ર-કચ્છ

વિપુલભાઈ સી. ચૌધરી
નવતાડ-વાંસદા
રંજનબેન એસ. ચૌધરી
ગાંધીનગર
આશીષભાઈ જી. ચૌધરી

માંડવી

કનુભાઈ પી. ચૌધરી

બાજીપુરા-વાલોડ

નિલેશભાઈ એન. ચૌધરી

સુરત-કલોલ

નયનભાઈ યુ. ચૌધરી
ઉકાઈ-ધુવારણ
અંકિતભાઈ આર. ચૌધરી

Request Info